| મારી શાળા, મારું ગૌરવ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના એક ખુણામાં આવેલ ખોબા જેવડુ ગામ એટલે સાજડીયાળી. લગભગ 850 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા હોવી એ સદ્ભાગ્ય છે. આ શાળાઓમાં ફક્ત ગામના જ નહીં પરંતું આજુબાજુના ગામના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળા સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટરલેબ, લાઈબ્રેરી, પ્રયોગશાળા, હવાઉજાસ વાળા વર્ગખંડો અને અન્ય ભૌતિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત શાળામાં કામ કરતા તમામ કર્તવ્ય નિષ્ઠ શિક્ષકો યુવાન અને ઉત્સાહી છે. જેઓ બાળકોને શિક્ષણની સાથે જીવન ઉપયોગી ઘડતર પણ કરે છે. શાળામાં લગભગ 154 જેટલા બાળકો અભ્યાસની સાથે સહ-અભ્યાસિક પ્રવૃતિઓ પણ કરે છે. |
| ||
![]() | ![]() | ||
Most Visit and follow on, Youtube Channel RJ's Educational Solutions | | ||
| All rights Reserved and Developed by, Tr.Jaydip Vadukiya (Sajadiyali Pri. School) Mo.9099896614 | |||